i-ખેડૂત FAQ
પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::

i-ખેડૂત પ્રશ્નો અને ઉકેલ(faq.ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)

(1) રાયડાના પાક માટે સંરક્ષણ માટે કઈ દવા છાંટવી ?

જવાબ :  

રાયડાના પાકમાં જે તે જીવાતનો ઉપદ્વવ હોય તેના માટે જીવાતને ધ્યાનમાં રાખી ભલામણ કરેલ પાક સંરક્ષણ દવાનો છંટકાવ કરવો જોઈએ. (૧) રાઈની માખીનું સંકલિત વ્યવસ્થાપન :- (૧) ઉપદ્ર્વની શરૂઆતમાં ઈયળોને હાથથી વીણી લઈ કેરોસીનવાળા પાણીમાં નાખી નાશ કરવો (૨) આ જીવાતની વસ્તી ૨ ઈયળ /ચો. ફુટ કરતાં વધારે હોય ત્યારે લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ.અથવા લીમડા આધારીત તૈયાર દવા ૨૦ (૧ ઈસી) થી ૪૦ (૦.૧૫ ઈસી)મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો તેમ છતાં ઉપદ્ર્વ કાબૂમાં ન આવે તો ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો . (૩) ભુકીરૂપ કીટકનાશક દવા કાર્બારિલ ૧૦ % અથવા ક્વિનાલફોસ ૧.૫ % અથવા ક્લોરપાયરીફોસ ૧.૫ %પ્રતિહેક્ટરે ૨૦ થી ૨૫ કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવો. (૨) મોલો-મશીનું :- સંકલિત વ્યવસ્થાપન (૧) રાઈનું ૧૫ થી ૨૫ ઓક્ટોબર સુધીમાં વાવેતર કરવાથી આ જીવાતનો ઉપદ્ર્વ ઓછો જોવા મળે છે. (૨) ભલામણ મુજબ નાઈટ્રોજન ખાતર અને પિયત આપવાનો આગ્રહ રાખવો (૩) ખાતરમાં ૩ થી ૪ પીળા રંગના ચીકણા પીંજર (યલો સ્ટીકી ટ્રેપ) ગોઠવવાથી તેના પર પાંખોવાળી મોલો ચોંટી જવાથી મોલોના ઉપદ્ર્વનો સમય અને પાંખોવાળી મોલોની વસ્તીમાં વધઘટ જાણી શકાય છે. (૪) આ જીવાતના ઉપદ્ર્વની શરૂઆતમાં લીમડાની લીબોળીનો મીંજનો ભુકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા લામડા આધારીત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ ( ૦.૧૫ ઈસી ) વટીઁસીલીયમ લેકાની નામની કૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છંટકાવ કરવો. (5) મોલોનો ઉપદ્ર્વ ૧,૫ સુચકઆંક (ઈલ્ચેક્ષ) કરતાં વધારે હોય તો મિથાયલ-ઓ-ડીમેટોન ૨૫ ઈસી ૧૦ મિ.લિ અથવા ડાયમિથોઓટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ અથવા ફોસ્ફામિડોન ૪૦ ઈસી ૧૦ મિ.લિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. મોલો-મશીના વધારે ઉપદ્ર્વ વખતે જંતુનાશક દવાની સાથે સ્ટીકર માટે સાબુનું પાણી ઉમેરવાથી વધુ સારા પરિણામ મેળવી શકાય . (૬) રાઈનો પાક બીજ ઉત્પાદન તરીકે લીધેલ હોય તો વાવણી બાદ ૩૦ દિવસ પછી ફોરેટ ૧૦ જી ૨૦ કિ.ગ્રા / હે પ્રમાણે ચાસમાં આપવાથી આ જીવાત સામે રક્ષણ મેળવી શકાય . આ ઉપરાંત આ જીવાતના ઉપદ્ર્વને ધ્યાનમાં રાખી કિવનાલફોસ ૧,૫ % ભૂકી ૧૫ થી ૨૦ કિ.ગ્રા./છંટકાવ કરવાથી અસરકારક રીતે મોલોને કાબૂમાં રાખી શકાય . (૭) પાક કૂલ અવસ્થાએ હોય દવા સાંજ સમયે છાંટવી કરણ કે સવારના સમયમાં પાકમાં કૂલ ઉપર મધમાખીની આવન જાવન વધુ પ્રમાણમાં હોવાથી દવાની ઝેરી અસર નિવારી શકાય (૮) પરભક્ષી દાળિયાની વસ્તી જો ખેતરમાં વધુ જણાય તો જંતુનાશક દવા છાંટવાનું ટાળવું . રાઈમાં મોલોનુ ડાયેરીયા રેપી નામના પરજીવીથી કુદરતી નિયંત્રણ મળે છે. પરંતુ આ પરજીવી પાકની પાછલી અવસ્થાએ જોવા મળતા હોય છે. (૩) લીલી ઈયળ અને હીરા ફૂદાંનું સંકલિત વ્યવસ્થાપન:- (૧) પાકમાં કૂલ બેસવાની શરૂઆત થાય અને તે સમયે હીરાકૂદાંની ઈયળ અને લીલી ઈયળના ઉપદ્ર્વને કાબૂમાં રાખવા પૂરતી સંખ્યામાં ફેરોમોન ટ્રેપ ગોઠવવા. (૨) જીવાતની શરૂઆત જણાય તો લામડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અકૅ) અથવા લીમડા આધારીત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ ( ૦.૧૫ ઈસી ) મિ.લિ અથવા બેસિલસ થુરેન્જીન્સીસ નામનાં જીવાણું પાઉડર ૧૫ ગ્રામ અથવા બીવેરીયા નામની કૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. (૩)વધુ ઉપદ્ર્વ વખતે ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. શીંગમાં દાણા બેસી ગયેલ હોય તેવા સમયે મેલાથિયોન ૫૦ ઈસી ૧૦ મિ.લિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો વધુ માહિતી માટે પ્રાધ્યાપક અને વડાશ્રી, કીટકશાસ્ત્ર વિભાગ, બં.અ.કૃષિ મહાવિદ્યાલય આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ (ફોન: ૦૨૬૯૨-૨૨૫૭૧૩/૨૨૫૭૧૪) ખાતે સંપર્ક કરવો.