પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::


(1) ચણામા આવતા સુકારા સામે કયા પગલાં લેવા ?

જવાબ :   (૧) ચણામાં આવતો સુકારો રોગ અટકાવવા માટે રોગ પ્રતિકારક જાતનું(ગુજરાત.ચણા-૧ અને ગુજરાત.ચણા-૨) પ્રમાણિત અને શુધ્ધ બિયારણ વાપરવું. (૨) બિયારણને થાયરમ કે કેપ્ટાન દવાનો પ્રતિ કિલોદીઠ ૩ થી ૪ ગ્રામ પ્રમાણે માવજત આપી વાવણી કરવી (૩) જમીનમાં ટ્રાયકોડર્મા ૨ કિલો/હે. મુજબ સેન્દ્રિય ખાતરો સાથે મિશ્ર કરીને આપવી. (૪) રોગિષ્ઠ છોડ ઉપાડીને દૂર કરવા જોઈએ. (૫) હેક્ટરે એક ટન દિવેલીનો ખોળ આપવાથી રોગની તીવ્રતા નોંધપાત્ર રીતે ઘટે છે. (૬) વધુ ઉપદ્રવ હોય તો પાકની ફેરબદલી કરવી. (૭) પાક લીધા બાદ ઉંડી ખેડ કરવી.