પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::


(1) ચોમાસુ મગ માટે કઈ જાત સારી છે ?

જવાબ :   ચોમાસુ મગ માટે મગ ગુજરાત-૪ વધુ અનુકુળ છે.

(2) ઉનાળામાં મગનું વધુ ઉત્પાદન મેળવવા કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે ?

જવાબ :  
  • સમયસર વાવણી થવી જોઈએ.
  • ઉનાળામાં ૧પ ફેબ્રુઆરી થી રપ માર્ચ દરમ્યાન વાવણી કરી દેવી જોઈએ.
  • જાતની પસંદગી માં ગુજરાત મગ-૩, ગુજરાત મગ-૪ અને મેહા જાતો વાવેતર માટે પસંદ કરવી.
  • ઉનાળુ ઋતુમાં વાવીનું અંતર સામાન્ય રીતે એક થી દોઢ ફૂટનું રાખવું
  • ખાતરની બાબતમા જોઈએ તો એક વિધામાં ૧પ કિલોગ્રામ ડી.એ.પી. ખાતર વાવતા પહેલા ચાસમા આપવું
  • હેકટર દીઠ રપ કિલોગ્રામ  બિયારણની જરૂરિયાત રહે છે. જેને ફૂગનાશક દવા  અને પછી રાઈઝોબિયમ કલ્ચરનો પટ આપવો.
  • ફુગનાશક દવામાં થાયરમ દવા એક કિલો બીજ દીઠ ૩ ગ્રામ પ્રમાણે વાવતા પહેલા ભેળવવી.

(3) શિયાળુ મગ માટે કઈ જાતનું વાવેતર કરવું?

જવાબ :  

શિયાળુ ઋતુમાં દક્ષિાણ ગુજરાતમાં સીઓ-૪ જાતનું વાવેતર કરી શકાય.

(4) શિયાળુ મગ વાવેતર કયારે કરવું જોઈએ?

જવાબ :  

શિયાળામાં મગ વાવેતર ઓકટોબર-નવેમ્બર મહિનામાં કરવું .

(5) પંચરંગિયા સામે પ્રતિકારક જાત જણાવશો

જવાબ :  

મગમાં મેહા જાતમાં પંચરંગિયાનો ઉપદ્રવ ખૂબ જ ઓછો જોવા મળે છે. જેથી આ જાતનું વાવેતર કરવું જોઈએ.

(6) કઠોળ પાકમાં પાન અને શીંગોને નુકશાન કરતી મુખ્ય અને અન્ય જીવાતો કઈ અને તેના નિયંત્રણ માટે શું કરવું?

જવાબ :  

લીલી ઈયળ (હેલીઓથીસ) કઠોળ પાકોને નુકશાન કરતી મુખય્ જીવાત છે. આ ઉપરાંત તુવેર,મગ,અડદ વગેરે કઠોળ પાકોમા અન્ય જીવાતમાં ભુરા પતંગીયા, પીછીંયુ ફૂદું, શીંગની માખી, ટપકાવાળી ઈયળનો સમાવેશ થાય છે.

સંકલિત નિયંત્રણ :-

  • ઉનાળામાં ઊંડી ખેડ કરવી.
  • પ્રકાશ પીંજર તેમજ ફેરોમેન ટ્રેપ (વીંધે ૧) નો ઉપયોગ કરવો.
  • પક્ષીઓને બેસવા આધાર મુકવા.
  • જૈવિક નિયંત્રણમાં/ જૈવિક દવાઓ.
  • એન.પી.વી.-રપ૦ રોગીષ્ટ ઈયળનું દ્વાવણ હેકટરે છંટકાવ કરવો.
  • બી.ટી.(બેસીલસ થુરેજીએસીસ) પાવડર-૧-૧.પ કિ.ગ્રા./હે. પ્રમાણે છંટકાવ કરવો.
  • લીંબોળીનો મીંજનો પ % નું દ્વાવણ છંટકાવ કરવો.
  • રાસાયણિક દવાઓ જેવી કે ડાયકલોરોવોસ પ મી.લી અથવા કવીનાલફોસ ર૦ મી.લી. અથવા પ્રોફેનોફોશ ર૦ મી.લી. અથવા એસીફેટ ર૦ગ્રામ ૧૦ લીટર પાણીમાં મેળવીને પ્રથમ પ૦% ફૂલ અવસ્થાએ અને બીજો છંટકાવ ત્યાર બાદ ૧પ દિવસે કરવો..