પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::


(1) ટામેટાની ખેતી પધ્ધતિ જણાવો

જવાબ :   ટામેટાની ખેતી પધ્ધતિની માહિતી શાકભાજી પાકોની માહિતી માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી(શાકભાજી), મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર આકૃયુ, આણંદ-૩૮૮ ૧૧૦(ફોન: ૦૨૬૯૦-૨૯૦૨૫૧) ખાતે સંપર્ક કરવો. ટામેટાની ખેતી અંગેની માહિતી '' શાકભાજી પાકો'' પુસ્તકમાંથી મળી રહેશે જેની કિંમત રૂબરૂમાં રૂ. ૬૦/- અને રજી. ટપાલથી મેળવવા માટે રૂ. ૧૧૦/- છે. આ પુસ્તક મેળવવા માટે તંત્રીશ્રી, 'કૃષિગોવિદ્યા" પ્રકાશન વિભાગ,વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, યુનિવર્સિટી ભવન આકૃયુ., આણંદ-૩૮૮૧૧૦ (ફોન: ૦૨૬૯૨-૨૨૫૯૮૮) ખાતે સંપર્ક સાધવો.

(2) ટામેટીમાં કોકડવાના રોગ માટે શું કાળજી લેવી?

જવાબ :   (૧) શોષક પ્રકારની કોઇપણ દવા જેવી કે ડાયમીથોએટ ૧૦ મિ.લિ. અથવા ટ્રાયઝોફોસ ૧૦ મિ.લિ./૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.સફેદમાખીના નિયંત્રણ માટે ટ્રાઈઝોફોસનો ઉપયોગ કરવો. (૨) પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવો. (૩) રોગિષ્ઠ છોડનો ઉપાડીને નાશ કરવો (૪) રોગ પ્રતિકારક જાતો પસંદ કરવી. (૫) તંદુરસ્ત ધરૂ ઉછેર માટે ૪૦ મેશની નાયલોનની જાળીનો ઉપયોગ કરવો.

(3) ટામેટીના પાકમાં કયાં પ્રકારના ખાતરો કેટલા પ્રમાણમાં આપવા જોઈએ?

જવાબ :  

ટામેટીના પાકમાં હેકટરે ર૦ ટન સેન્દ્રિય ખાતર આપવાની ભલામણ છે. જયારે રાસાયણીક ખાતરમાં સુધારેલ જાતો માટે ૭પ : ૩૭ : પ : ૬ર.પ કિલો ના/ફો/પો તથા હાઈબિ્રડ જાતો માટે ૧ર૦ : ૬૦ : ૮૦ કિલોના ના/ફો/પોની તત્વરૂપમાં પ્રતિ હેકટરે આપવાની ભલામણ છે. આમાંથી બધો ફોસ્ફરસ તથા પોટાશ ફેરરોપણી સમયે પાયાના ખાતર તરીકે આપવો. જયારે નાઈટ્રોજન યુકત ખાતરો બે સરખા હપ્તામાં ફેરરોપણી બાદ ૩૦ તથા પ૦ દિવસે આપવા.

(4) ટામેટી પાકમાં મુખ્યત્વે નુકસાન કરતી લીલી ઈયળને કાબૂમાં લેવા શું કરવું જોઈએ?

જવાબ :  

ટામેટાની ઈયળના નિયંત્રણ માટે ખેતરમાં થોડા થોડા અંતરે પક્ષીઓ બેસી શકે તેવા બર્ડ પર્ચ મુકવા. ઉપરાંત લીલી ઈયળના અસરકારક નિયત્રંણ માટે એન્ડોસલ્ફાન ર૦ મિ.લિ. અથવા ૧૦ લીટર પાણીમાં પ્રવાણી મિશ્રણ બનાવી છંટકાવ કરવો. ઝેરી જંતુનાશક દવાની અવેજીમાં એનપીવી રપ૦ એલ.ઈ. પ્રમાણે છાંટવાથી પણ ફાયદો થાય છે.