પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::


(1) ગુવારની જાત જણાવો.

જવાબ :   ગુજરાત ગુવાર- ૨ જાતની ભલામણ કરવામાં આવેલ છે. આ જાત બેક્ટેરીયલ બ્લાઈટ સામે પ્રતિકારકશક્તિ ધરાવે છે.

(2) શાકભાજી માટે ગુવારના પાકની ખેતી પધ્ધતિની માહિતી જણાવો

જવાબ :   ગુવારના પાકનું વાવેતર મધ્ય ગુજરાતમાં ઓગષ્ટના મધ્યભાગમાં કરવુ. શાકભાજી માટે ગુવારની પુસા નવાબહાર અને પુસા સદાબહાર જાતો વાવેતર માટે પસંદ કરવી. હેક્ટરદીઠ ૧૫ થી ૨૦ કિ.ગ્રા. બિયારણ જોઈએ. જેની વાવણી ૪૫ સે.મી.×૧૦ થી ૧૫ સે.મી.ના અંતરે કરવી. આ કઠોળવર્ગનો પાક હોઈ ૨૦+૪૦+૦૦ કિ.ગ્રા. ના.+ફો.+પો. ખાતર હેક્ટરદીઠ આપવું. ચોમાસામાં પિયત આપવાની જરૂર રહેતી નથી. લીલી શીંગોની વીણી ૪૦ થી ૪૫ દિવસે શરૂ થાય છે. હેક્ટરે ૧૨૦૦૦ થી ૧૫૦૦૦ કિ.ગ્રા. લીલી શીંગોનું ઉત્પાદન મળે છે.

(3) ગુવારમાં કોકડવાના નિયંત્રણ માટે શુ કરવુ?

જવાબ :   સામાન્ય રીતે ગુવારમાં કોક્કડવાનો આ રોગ આવતો નથી. ગુવારમાં કોક્કડવા રોગ ચૂસિયાં પ્રકારની જીવાતથી ફેલાય છે. તેના નિયંત્રણ માટે કોઇપણ શોષક પ્રકારની દવાનો છંટકાવ કરવો.

(4) રજકો અને ગુવારના પાકમાં પડતી ઇયળના નિયંત્રણ માટે શું કરવું ?

જવાબ :   રજકો અને ગુવારના પાકમાં પડતી ઈયળોના નિયંત્રણ માટે/ક્વિનાલફોસ ૨૫ ઈસી.૨૦/મિ.લિ./૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો

(5) ચોમાસુ ગુવાર માટે કઈ જાત સારી છે ?

જવાબ :   ચોમાસુ ગુવાર માટે ગુવાર ગુજરાત-૧ અને ૨ જાત સારી છે.