પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::


(1) ખેડૂતોને કૃષિલક્ષી માહિતી કયાંથી મળી રહે?

જવાબ :  

ખેડૂતોને કૃષિલક્ષી માહિતી ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવકો, તાલુકા કક્ષાએ પેટા વિભાગીય અધિકારીની કચેરીઓ, જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયતમાં જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીમાંથી તેમજ રાજ્યમાં આવેલ ખેડૂત તાલીમ કેન્દ્રોમાંથી ચાર કૃષિ યુનિવર્સિટીઓ અને તેના પર (બાવન) જેટલાં સંશોધન કેન્દ્રો ઉપરથી માહિતી મળી રહે.

(2) ખેડૂતોને ઘેર બેઠાં કૃષિ માહિતી કેવી રીતે મળી રહે છે.

જવાબ :  

આકાશવાણી, દૂરદર્શન ઉપરથી પ્રસારિત થતાં કાર્યક્રમો તેમજ કિસાન કોલ સેન્ટર ઉપરથી માહિતી મળી શકે, કિસાન કોલ સેન્ટરના 1551 નંબરના ટેલીફોન ઉપર વિનામૂલ્યે સ્થળ ઉપર માહિતી મળી શકશે.

(3) ખેડૂતો ખેતીવાડીની આધુનિક ટેકનોલોજીની તાલીમ કયાંથી મેળવી શકે?

જવાબ :  

રાજ્યના દરેક જિલ્લામાં આવેલ ખેડૂત તાલીમ કેન્દ્રો / કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓના તાલીમ કેન્દ્રો તથા કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓમાં પણ તાલીમ મળી શકે છે

(4) કૃષિ માહિતી માટે કેવા કેવા મેગેઝીનો બહાર પડે છે?

જવાબ :  

(1) આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી "કૃષિ ગોવિદ્યા", (2) જીએસએફસી કંા.માંથી "કૃષિ જીવન" (3) ભૂજમાંથી "વાવેતર" સામયિક (4) "કૃષિ વિજ્ઞાન" રાજકોટમાંથી (5) "ગ્રામજતન" વડોદરામાંથી (6) "નર્મદા કિસાન પરિવાર" ભરૂચમાંથી પ્રગટ થાય છે.

(5) કૃષિ સાહિત્ય ખેતીવાડી ખાતા મારફત મળી શકે?

જવાબ :  

હા. જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયતમાં જિલ્લા ખેતીવાડી અધિકારી, વિભાગીય કક્ષાએ સંયુકત ખેતી નિયામક (વિ.) અમદાવાદ, મહેસાણા, જુનાગઢ, રાજકોટ, વડોદરા, સુરત અને હેડ ઓફિસ, કૃષિભવન, ગાંધીનગર ખાતે મળી શકશે.

(6) ખેતી પાકોની જાળવણી માટે ફિલ્મોની સીડી કયાં જોવા મળે?

જવાબ :  

ખેડૂત તાલીમ કેન્દ્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, કૃષિ યુનિવર્સિટીઓના તાલીમ કેન્દ્રો ઉપર અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં જોવા મળે.

(7) નર્મદા કમાન્ડ વિસ્તારમાં ખેડૂતો માટે માહિતી આપવાની કોઈ યોજના છે?

જવાબ :  

નર્મદા કમાન્ડ વિસ્તારમાં ખેતીવાડી, બાગાયત અને પશુપાલન ખાતાના વિસ્તરણતંત્ર, કૃષિ યુનિ.નાં વૈજ્ઞાનિકો તથા જીએસએફસી તથા જીએનએફસીના સહયોગથી ખેડૂત શિબિરો, નિદર્શનો તથા ગ્રામસભાઓ યોજીને આ વિસ્તારમાં વાવેતર કરવાના થતા પાકો તથા પાણીનો કરકસરભર્યો ઉપયોગ થાય તે અંગે માર્ગદર્શન/માહિતીગાર કરવામાં આવે છે.