પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::


(1) રજકામાં લીલી ઈયળનું નિયંત્રણ કઈ રીતે થાય ?

જવાબ :   (૧) લીલી ઈયળના નરફૂંદાને આકર્ષવા ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરવો. (૨) એનપીવી ૨૫૦ એલ.ઈ.૧૦ મિ.લિ, ૧૦ લિટરમાં ભેળવી છંટકાવ સાંજના સમયે કરવો (૩) પ્રકાશપિંજરનો ઉપયોગ કરવો (૪) ખેતરની ફરતે હજારીગોટાનો પિંજરપાક લેવો. (૫) ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી,અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો.