પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::


(1) ઔષધિય પાક વિષેની માહિતી ક્યાંથી મળે ?

જવાબ :   ઔષધિય પાકોની ખેતી અંગેની માહિતી તથા માર્ગદશૅન મેળવવા માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી, ઔષધિય અને સુગંધિત પાક યોજના,આણંદ કૃષિ યુનિવર્સિટી,આણંદ-૩૮૮૧૧૦(ફોન: ૦૨૬૯૨-૨૬૧૪૮૨) ખાતે સંપર્ક કરવો.

(2) સૌરાષ્ટ્ર વિસ્તારમાં કયા કયા અગત્યના ઔષધિય પાકોની ખેતી થઈ શકે તેમ છે તેની માહિતી આપશો?

જવાબ :  
  • સૌરાષ્ટ્ર વિસ્તારમાં થઈ શકે તેવા પાકોની યાદી આ પ્રમાણે છે.
  • અશ્વગંધા, તુલસી, કરિયાતુ, ગૂગળ, મીઢી આવળ, સફેદ મુસળી, મધુ નાશીની, અશોક, ગરમર, લીડીપીપર, ગળો તેમજ સુગંધિત પાકોમાં પામારોઝા, લેમનગ્રાસ અને તુલસીનો સમાવેશ કરી શકાય છે.