i-ખેડૂત FAQ
પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::

i-ખેડૂત પ્રશ્નો અને ઉકેલ(faq.ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)

(1) આંબાની સારી જાતની કલમ ક્યાંથી મળી શકશે ?

જવાબ :   આંબામાં સારી જાતની કલમો મેળવવા માટે સરકારમાન્ય પ્રમાણિત નર્સરી, સરકારી નર્સરી, કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગની નર્સરી ખાતે સંપર્ક સાધવો. આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાધ્યાપક અને વડાશ્રી, બાગાયત વિભાગ,બં.અ.કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ (ફોન: ૦૨૬૯૨-૨૬૨૩૭૫/૨૯૦૨૫૦) ખાતે સંપર્ક સાધવો.

(2) આંબાના ઝાડના સુકારા સામે કયા પગલા લેવા ?

જવાબ :   (૧) આંબામાં સુકારા રોગને કારણે રોગ લાગેલ સુકાઈ ગયેલ ડાળીઓ કાપી તેનો બાળીને નાશ કરવો. (૨) કાપેલ ડાળીના ભાગે બોર્ડો પેસ્ટ લગાવવી. (૩) ઝાડ પર ૦.૮ ટકા બોર્ડોમિશ્રણ અથવા કાર્બેન્ડાઝિમ ( ૫ ગ્રામ/૧૦ લિટર મુજબ) ના દ્રાવણનો છંટકાવ કરવાથી નિયંત્રણ મેળવી શકાય છે.

(3) આંબાની કલમ કેવી રીતે બનાવવી?

જવાબ :   આંબાના ખેતરમાં જે તે જ્ગ્યાએ દેશી ગોટલા ચોમાસામાં રોપી તેની નવી ફૂટ થાય તેના ઉપર જે તે જાતની ડાળી લાવી નૂતન કલમ કરી શકાય.નૂતન કલમ માટેની ડાળીઓ મેળવવા તથા તેની વિશેષ માહિતી માટે પ્રાધ્યાપક અને વડાશ્રી, બાગાયત વિભાગ,બં.અ.કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦(ફોન: ૦૨૬૯૨-૨૬૨૩૭૫/૨૯૦૨૫૦) ખાતે સંપર્ક સાધવો.

(4) આંબામાં કોઈ સંકર જાતો બહાર પાડવામાં આવેલી છે કે કેમ?

જવાબ :  

આંબામાં આપણા દેશમાં ધણી સંકર જાતો બનાવવામાં આવી છે. આપણા રાજયમાં પણ નિલેશ્વરી, નિલ્ફાન્સો તેમજ નિલેશાન નામની જાત બહાર પાડવામાં આવેલી છે. આ ઉપરાંત હમણા જ સોનપરી નામની નવી સંકર જાત બહાર પાડવામાં આવેલી છે જેમાં ગુણવતા અને ઉત્પાદનોના પરિણામો ખૂબ જ સારા મળેલા છે.

(5) આંબામાં અથાણા માટે કોઈ જાત ખરી?

જવાબ :  

આંબામાં અથાણા, ચટણી, મુરબ્બો વગેરે બનાવવા માટે રાજાપુરી નામની જાત છે તે ઉપરોકત ઉત્પાદનનો બનાવવા માટે અનુકુળ છે.

(6) આંબાવાડિયાને આપવાના પિયત વિશે માહિતી આપશો?

જવાબ :  

આંબાના પાકને ફૂલ આવતા પહેલા ર - ૩ માસ સુકા ગાળાની જરૂરીયાત રહે છે. કેરી વટાણા જેવડી થાય ત્યારે પ્રથમ પિયત આપવું. ત્યારબાદ ર૦ થી રપ દિવસના અંતરે બીજા બે પિયત આપવા.

(7) આંબાની ખેતીની મહત્વની સમસ્યા વિષે જણાવશો અને તેના ઉપાય શો?

જવાબ :  

સમસ્યા : અનિમિત ફળવું. આંબાની કેટલીક જાતો જેવી કે, આફુસ, દશેરી, લંગડો વગેરેમાં અનિયમિત કે એકાંતરે વર્ષે ફળવાની સમસ્યા છે. આ સમસ્યા આનુવંશિક છે. આંબાવાડીની અપુરતી માવજતથી પણ દર વર્ષે સારૂ ઉત્પાદન મળતું નથી.

ઉપાય : નિયમમિત ફળતી આંબાની જાતો જેવી કે, કેસર, નીલમ, રાજાપુરી, વશી બદામી, તોતાપુરી કે સંકર જાતો વાવવાથી આવકની ખાતરી મળી રહે છે. નિયમિત ખાતર, પાણી, પાક સંરક્ષાણ અને વાડીમાં પુરતો હવાઉજાસ મળી રહે તે માટે જરૂરી છાંટણી સારૂ પરીણામ આપશે. કલ્ટાર પણ આપી શકાય.

(8) આંબામાં ફુલ અને ફળ ખરવાની જુદી જુદી અવસ્થા વિષે જણાવશો?

જવાબ :  

પુષ્પ ગુચ્છમાં ર૦૦૦ કુલ, ર. ૪૦૦ માદા ફુલ, ૩. ૧૦૦ જુવાર દાણા જેટલી કેરી બેસે. ૪. ૩૦ કેરી વટાણા જેટલી થાય. પ. ૧૦ કેરી લખોટી જેટલી થાય. પ.૩ કેરી ઈડા જેટલી થાય ૭.પ પુષ્પગુચ્છ દીઠ એક જ કેરી મળે. ૮. ૧૦૦૦ પુષ્પગુચ્છમાંથી ર૦૦ ફળ મળે.

(9) અંત:સ્ત્રાવની ઉણપથી કેરીનું ખરણ અને તેના ઉપાય બતાવશો?

જવાબ :  

કેરીના ફળો વિકાસની સાથે ઓકઝીનું પ્રમાણ ધટે છે. ઓકઝીનની ઉણપથી કેરી અને ફીચનું જોડાણ નબળું પડતા કેરી ખરી પડે છે.

ઉપાય : કેરી વટાણા કદની થાય ત્યારે ૧૦૦ લિ. પાણીમાં ર ગ્રામ નેફથેલીન એસેટિક એસિડ અથવા ૪પ મિ.લિ. પ્લેનોફિકસ કે વર્ધક + ર કિલોગ્રામ યુરીયાના દ્રાવણનો ૧પ-ર૦ દિવસના ગાળે બે છંટકાવ કરવા.

(10) હાફુસ આંબા ઉગાડનાર ખેડૂતોને કપાસીનું નિયંત્રણ જણાવો.

જવાબ :  

૧. વધુ વરસાદ અને ઢોળાવવાળી ધોવાણ થાય તેવી જમીનમાં આંબાનું વાવેતર હોય ત્યાં ધાસીયા ખેતી અપનાવવી.

ર. સપાટ જમીનમાં બે ઝાડ વચ્ચેની જગ્યામાં ડાંગર, પરાળ કે અન્ય પાંદરડાનું સુકુ આવરણ એપિ્રલ માસમાં પાથરવું.

૩. ફળો ઉતારવા લાયક થાય તે પહેલા એક માસે પિયત બંધ કરવું.

૪. ગરમ હવા - લુ થી રક્ષાણ માટે આંબાવાડિયા ફરતે  શરૂ નિલગીરી કે દેશી આંબાની ઓથ (વાડ) કરવી.

પ. ફળોને ગરમીની માઠી અસરથી બચાવવા માટે કેરી ઠંડા પહોરે બેડવી.

  •  ફળ ઉતાર્યા પછીની માવજત :
    •  ઉતારેલા તાજા ફળોને સુર્યની સીધી ગરમીથી લૂ થી બચાવવા.
    • ઉતારેલા તાજા ફળોને આંબાના છાંયડે પથારી કરી મુકવા અને ઢાંકવા
    • ફળો એક જગ્યાએથી બીજી જગ્યાએ કે માર્કેટમાં લઈ જતી વેળા સૂર્યનો તાપ ન લાગે તે રીતે પૂરતા રક્ષાણ નીચે લઈ જવા કાળજી લેવી.

(11) આંબાવાડી તથા ચીકુવાડીમાં ફળમાખીથી વ્યાપક નુકસાન થાય છે તો તેના નિયંત્રણ માટે શું કરવું જોઈએ?

જવાબ :  

ફળમાખીથી ઉપદ્રવ પામેલા ફળો તથા કહોવાઈ ગયેલા ફળો એકત્ર કરી ઉંડા ખાડામાં દાટી દેવા. આંબાવાડીયામાં ચારે તરફ તુલસીનું વાવેતર કરવું અને તેના ઉપર ફેન્થીયોનનો છંટકાવ કરવો, મીથાઈલ યુજીનોલ ટ્રેપનો ઉપયોગ કરી નર ફળમાખી આકર્ષી તેનો નાથ કરવો. આ ટ્રેપમાં મિથાઈલ યુજીનોલનો ૪ ટીપાંને વાદળીમાં બોળી ટ્રેપમાં મુકવો. તેની ઉપર ર થી ૩ ટીપાં ડીડીવીપીના મુકવા. માર્ચ માસથી શરૂ કરી એક માસના અંતરે ૩ વખતે કેન્થીયોન ૧૦ મિ.લિ. સાથે મિથાઈલ યુજીનોલ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી દર ૧ર ઝાડ દીઠ ૧ ઝાડ ઉપર છાંટવું. બાકીના ઝાડ ઉપર ફકત ફેન્થીયોન છાટવું.

(12) આંબામાં થડ અને ડાળી પર ગુંદરીયો આવે છે તે શું છે તેનો ઉપાય શું કરવો?

જવાબ :  

આમ થવાનું કારણ બોટ્રાયોડીપ્લોડાયા થીયોબ્રોમી નામની ફુગ છે. તેના ઉપાય માટે જમીનમાં સેન્દ્રીય ખાતરો આપવા, જીવાતોનું નિયંત્રણ કરવું. ખાતર - પિયત માફકસર આપવા. અને આંબાવાડીયાની સારી એવી માવજત  / કાળજી વગેરે રાખવી. જોઈ રોગ આવી ગયેલ હોય તો ગુંદર જેવો ભાગ ખોતરી દુધ કરવો અને તે જગ્યાએ બોર્ડોર્પોસ્ટ ચોપડી દેવો.

(13) આંબાની ડાળીઓ ઉપરથી સુકાતી જાય છે તે કયો રોગ છે? તેનો ઉપાય શું?

જવાબ :  

આંબામાં આવતો આ અવરોહ મૃત્યુ (ડાયબેક) નામનો રોગ છે. રોગ લાગેલ સૂકી ડાળીઓ કાપી તેનો  બાળીને નાશ કરવો. કાપેલ ડાળીના ભાગે બોર્ડો પેસ્ટ લગાડવી. ઉપરાંત ઝાડ પર બોર્ડોમિશ્રણ ૦.૮ ટકાનો છંટકાવ કરવો અથવા કાર્બેર્ન્ડાઝીમ (પ ગ્રા / ૧૦ લિ.)ના દ્રાવણનો છંટકાવ કરવાની નિયંત્રણ મેળવી શકાય છે.

(14) આંબામાં મોર કાળો પડી ખરી પડે છે તેનું કારણ અને ઉપાય જણાવશો.

જવાબ :  

આંબામાં મોર અને નાના મરવા કાળા પડી જવાનું કારણ કાલવણ (એન્થે્રકનોઝ) રોગ છે. જેના નિયંત્રણ માટે કાર્બેર્ન્ડાઝીમ (પ ગ્રા. / ૧૦ લિ.) અથવા કોપર ઓકઝીકલોરાઈડ (૩૦ ગ્રામ / ૧૦ લિ.) જેવી દવાના છંટકાવ કરવાથી નિયંત્રણ મેળવી શકાય છે.

(15) આંબામાં મોર સુકાઈને ખરી પડે છે તેનું કારણ અને ઉપાય જણાવશો.

જવાબ :  

આંબામાં મોર સુકાવાનું કારણ ભુકી છારા (પાવડરી મીલ્ડયુ) રોગ છે. તેના નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર (૩૦ ગ્રા / ૧૦ લિ.) અથવા હેકઝાકોનાઝોલ (૧૦ મિ.લિ. / ૧૦ લિ.) અથવા કાર્બેર્ન્ડાઝીમ (પ ગ્રા. / ૧૦ લિ.) જેવી દવા છાંટવાથી નિયંત્રણ કરી શકાય છે.

(16) આંબાની ડાળીઓ ગુચ્છામાં ફુટે છે તે થવાનું કારણ અને ઉપાય જણાવશો.

જવાબ :  

આમ થવાનું કારણ આંબાની વિકૃતિ (મેંગો માલફોર્મેસન) છે. જે મોટા ભાગે કલમો ધ્વારા આવે છે. અને કથીરીથી તેનો ફેલાવો થાય છે. રોગ લાગેલ ડાળીઓ કાપી તે જગ્યાએ બોર્ડોપોસ્ટ લગાવવી. આખા ઝાડ પર કે કાર્બેર્ન્ડાઝીમ (પ ગ્રામ / ૧૦ લિ.)નો છંટકાવ કરવો. કથીરીનાશક દવાનો ઉપયોગ કરી કથીરીનું નિયંત્રણ કરવું.