પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::


(1) નેટહાઉસ અને ગ્રીનહાઉસ વિષે માહિતી આપો.

જવાબ :  

નેટહાઉસ અને ગ્રીનહાઉસની માહિતી મેળવવા માટે વડોદરાના રાવપુરા ખાતે આવેલ બાગાયત  નિયામકશ્રીની કચેરીમાં સંયુક્ત બાગાયત નિયામકશ્રી(ફોન: ૦૨૬૫-૨૪૨૭૬૪૭) નો સંપર્ક સાધવો અથવા પ્રાધ્યાપક અને વડાશ્રી, બાગાયત વિભાગ,બં.અ.કૃષિ મહાવિદ્યાલય, આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ (ફોન: ૦૨૬૯૨-૨૬૨૩૭૫/૨૯૦૨૫૦) ખાતે સંપર્ક સાધવો.  

(2) ગ્રીનહાઉસ એટલે શું?

જવાબ :  

પ્લાસ્ટિક અથવા પારદર્શક આવરણવાળું ગૃહ જેમાં વધુ ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવવા માટે જરૂરી વાતાવરણનું નિયંત્રણ કરી શકાય  તેને ગ્રીનહાઉસ કહેવામાં આવે છે.

(3) ગ્રીનહાઉસમાં કયા કયા પાક લઇ શકાય છે?

જવાબ :  

શાકભાજી ,ઔષધીય  અને નિકાસલક્ષી પાક લઇ શકાય છે.