પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::


(1) પાણીના પૃથક્કરણની ઉપયોગિતા શુ?

જવાબ :  

પાણીના પૃથક્કરણથી જમીનની વિદ્યુત વાહકતા,પી એચ વગેરે જાણી શકાય, પાણીમાં રહેલા ક્ષારોની માહિતી મળી શકે અને તેના આધારે કયા પાક માટે વધુ અનુકૂળ છે તે જાણી શકાય છે.આ અંગેની વધુ માહિતી માટે જમીન રસાયણ વિભાગ, બં, અ. કૃષિ મહાવિદ્યાલય આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦(ફોન : ૦૨૬૯૨-૨૨૫૭૪૨) ખાતે સંપર્ક સાધવો.  

(2) પિયત આપવા માટે શ્રેષ્ઠ પધ્ધતિ કઈ છે ?

જવાબ :  

પિયત આપવા માટેની શ્રેષ્ઠ પધ્ધતિ ટ્પક પિયત પધ્ધતિ છે. ટ્પક પિયત પધ્ધતિ વાપરવાથી ૨૯ થી ૫૯ ટકા જેટલા પાણીનો બચાવ થાય છે, જે તે પાક મુજબ ૨૦ થી ૫૦ ટકા જેટલુ ઉત્પાદન વધુ મળે છે. નીંદામણ ઓછું થતું હોય મજૂરી ખર્ચમાં બચત થાય છે, પાણી સાથે ખાતર આપી શકાય છે. મોટા ભાગના પાકો માટે અનુકુળ પધ્ધતિ છે મર્યાદિત ક્ષારવાળું પાણી પણ આ પધ્ધતિ વડે પાકને આપી શકાય છે. 

(3) ટપક સિંચાઈ પધ્ધતિની માહિતી આપો.

જવાબ :  

ટપક સિંચાઈ પધ્ધતિના અનેક લાભો છે.

(૧) તેના ઉપયોગથી પાક, જમીન અને વાતાવરણ પ્રમાણે ૪૦ થી ૭૦ ટકા પાણીની બચત થાય છે.

(૨) છોડનો વધુ ઝડપથી વિકાસ અને પાક મુજબ વધુ ઉત્પાદન મળે છે.

(૩) મજૂરી/ખર્ચ અને શક્તિનો બચાવ થાય છે.

(૪) નીંદામણ ખર્ચ ઘટે છે.

(૫) રોગ-જીવાતનું નિયંત્રણ થાય છે.

(૬) ખાતરોનો અસરકારક ઉપયોગ થાય છે.

(૭) અનેક પાકમાં તેનો ઉપયોગ થઈ શકે છે 

(4) પાણીની સગવડ નથી તો ટપક પધ્ધતિમાં સબસિડી મળે કે ન મળે ?

જવાબ :  

આજુબાજુમાંથી પાણીની સગવડ થતી હોય તો સબસિડી મળે. પાણીનો સોર્સ હોવો જોઇએ.સબસિડી માટે ગ્રામસેવક અથવા વિસ્તરણ અધિકારી(ખેતી) અથવા જીલ્લા બાગાયત અધિકારીનો સંપર્ક સાધવો. 

(5) પાણીનો પ્રોબ્લેમ છે તો શું કરવું?

જવાબ :  

(૧) ચોમાસામાં ખેત તલાવડી બનાવીને પાણીનો સંગ્રહ કરવો જોઈએ.

(૨) ટપક પિયત/ફુવારા પિયત પધ્ધતિ અપનાવવી જોઈએ.

(6) નહેરમાં ઔધોગિક રીતે પ્રદૂષિત પાણી આવે છે તે માટે શું કરવું ?

જવાબ :  

આ અંગે ખેડા જીલ્લાના નડીયાદ ખાતે કાર્યરત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી (ફોન: ૦૨૬૮-૨૫૫૧૪૨૭) ખાતે સંપર્ક સાધવો.  

(7) સિંચાઈ મંડળી કઈ રીતે બનાવવી ?

જવાબ :  

સિંચાઈ મંડળી બનાવવા માટે આપની નજીક આવેલ કેનાલના સિંચાઈ ખાતાની કચેરીના વડાનો સંપર્ક સાધવાથી માહિતી મળી રહેશે.