પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::


(1) જૈવિક નિયંત્રણ કઇ રીતે કરી શકાય ?

જવાબ :  

જીવાતોના જૈવિક નિયંત્રણ માટે જે તે જીવાતોના કુદરતી દુશ્મનો(પરજીવી અને પરભક્ષી કીટકો અને રોગકારકો)નો ઉપયોગ કરવો. ભલામણ મુજબ પરજીવી અને પરભક્ષી કીટકોને ખેતરમાં છોડવાથી નુકશાનકારક જીવાતની વસ્તી ઘટે છે. તે અંગે વધુ માહિતી મેળવવા માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી, જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા, આકૃયુ, આણંદ(ફોન:૦૨૬૯૨-૨૬૨૨૯૮) ખાતે સંપર્ક કરવો.