પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::


(1) સુધારેલ ખેતી ઓજાર કપાસ પ્લકર મશીનની માહિતી આપશો.

જવાબ :  

કપાસ પ્લકર મશીન વિષેની માહિતી અને માર્ગદર્શન માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી,(કપાસ), કપાસ સંશોધન કેન્દ્ર, અઠવા લાઈન્સ, સુરત-૩૯૫૦૦૭ (ફોન : ૦૨૬૧-૨૬૬૬૦૯૭) નો સંપર્ક સાધવો.  

(2) રોટાવેટર, પંપસેટ તથા થ્રેસર ક્યાંથી મેળવવા ?

જવાબ :  

રોટાવેટર, પંપસેટ અને થ્રેસર મેળવવા માટે આપની નજીકના તાલુકા કે જીલ્લા મથકે આવેલ પ્રતિષ્ઠિત કંપનીના વિક્રેતા/ડીલરનો  સંપર્ક સાધવો.

(3) ટ્રેક્ટરની સબસિડી માટે કોનો સંપર્ક કરવો?

જવાબ :  

ટ્રેક્ટરની સબસિડી માટે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી(ખેતી) કે જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક સાધવો.