પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::


(1) તંદુરસ્ત શાકભાજીનું ધરૂવાડીયું કઈ રીતે બનાવી શકાય ?

જવાબ :  

ધરૂવાડીયું તંદુરસ્ત બનાવવા માટે ગાદી કયારામાં પહેલા સોઈલ સોલરાઈઝેશન કરવું. બિયારણનો દર ભલામણ મુજબ રાખવો. વધારે પડતું બિયારણ ધરૂ માટે નાંખવું નહી. જરૂર જણાય તો ઝારા વડે બોર્ડોમિશ્રણ ૦.૬ ટકાનું દ્રાવણ રેડવું. પાણીનું નિયમન કરવું. ધરૂ ખુબ જ ધાટું ઉગેલ હોય તો તેને થોડું પારવવું.

(2) શાકભાજી પાકો, ભીંડા, તુવેર, અન્ય કઠોળ પાકોમાં છોડ પીળીા પડી ઠીંગણા રહી જાય છે તેનો ઉપાય શું કરવો તે જણાવો.

જવાબ :  

આમ થવાનું કારણ વિષ્ાાણુંજન્ય (વાયરસ) રોગો છે. તેના નિયંત્રણ માટે રોગ પ્રતિકારક જાતો વાપરવી, કઠોળ માટે રોગમુકત બિયારણ વાપરવું. રોગની જરૂઆતમાં રોગ્િાષ્ટ છોડનો ઉપાડી બાળીને નાશ કરવો. ત્યાર બાદ ચૂસીયાં પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે શોષ્ાક પ્રકારની જંતુનાશક દવાનો જરૂર પ્રમાણે છંટકાવ કરવો.