પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::


(1) તડબૂચના પાકમાં વેલા સુકાઈ જાય છે તે કયો રોગ છે? તેને કેવી રીતે આવતો અટકાવવો?

જવાબ :  

આ તડબૂચનો સુકારાનો રોગ છે. તડબૂચ વાવતા પહેલા જમીનમાં સેન્દ્રિય ખાતર સાથે મિશ્ર કરી ટ્રાયકોડર્માં (૪કિ./હે.) નાંખવું. આમ છતાં રોગ આવે તો થડમાં કાબર્ન્ડાઝીમ (૧૦ ગ્રા / ૧૦ લિ.) નું દ્રાવણ રેડવું. દર વરસે એક જ જગ્યાએ તડબૂચ કરવા નહી.

(2) તડબૂચના છોડના મૂળમાં ગાંઠો થઈ, પાનની વધ અટકી જાય છે તેનું શું કારણ હશે? ઉપાય જણાવો?

જવાબ :  

તડબૂચમાં મુળમાં કૃમિને લીધે ગાંઠો થાય છે જેથી છોડની વધ અટકી જાય છે. તેના નિયંત્રણ માટે પાક ફેરબદલી કરવી. સેન્દ્રિય ખાતરો વાપરવા, પેસીલોમાયસીસ જમીનમાં આપવું અથવા શરૂઆતમાં કાર્બોફ્યુરાન દાણાદાર દવા જમીનમાં આપવી.

(3) તડબૂચના વેલાના ડોકા ઉભા થઈ જાય છે અને ફળ બેસતા નથી, તેનું શું કારણ હોઈ શકે?

જવાબ :  

આમ થવાનું કારણ વિષાણુજન્ય ચટાપટા (મોઝેક)નો રોગ છે. શરૂઆતની અવસ્થાએ આવા વેલા કાઢી તેનો બાળીને નાશ કરવો. ત્યારબાદ જરૂર પ્રમાણે અવારનવાર શોષક પ્રકારની જંતુનાશક દવા છાંટવી.