પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::


(1) વેલાવાળા શાકભાજીમાં પાન પર સફેદ ફુગની છારી લાગે છે તેનું નિયંત્રણ જણાવો.

જવાબ :  

આ ભુકીછારાનો રોગ છે. જેના નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર ( ૩૦ ગ્રા / ૧૦ લિ.) અથવા ડીનોકેપ (૧૦ મિ.લિ. / ૧૦ લિ.) અથવા ટ્રાયડેમોર્ફ (પ મિ.લિ. / ૧૦ લિ.) અથવા હેકઝાકોનાઝોલ (૧૦ મિ.લિ. / ૧૦ લિ.) અથવા કાબર્ેન્ડાઝીમ (પ ગ્ા્રા. / ૧૦ લિ.) જેવી દવા છાંટવાથી નિયંત્રણ કરી શકાય છે.

(2) વેલાવાળા શાકભાજીના તુરીયા, ગલકા દુધી પાકોમાં પાન ઉપર ટપકાં પડી પાન સુકાઈ જાય છે. તેમ થવાનું કારણ અને ઈલાજ બતાવો.

જવાબ :  

આમ થવાનું કારણ પીછછારો (ડાઉની મિલ્ડયુ) રોગ છે. તેના નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર (૧૦ ગ્રા. / ૧૦ લિ. ) અથવા ડીનોકેપ (૧૦ મિ.લિ. / ૧૦ લિ.) અથવા ટ્રાયડેમોર્ફ (પ મિ.લિ. / ૧૦ લિ. ) અથવા કાબર્ેન્ડાઝીમ (પ ગ્રા. / ૧૦ લિ.) જેવી દવા છાંટવાથી કરી શકાય છે.

(3) ધીલોડીના પાનકોરીયાના નિયંત્રણ માટે કયા ઉપાયો અજમાવવા?

જવાબ :  

ધીલોડીના પાનકોરીયાના નિયંત્રણ માટે કાર્બારીલ પ૦% વે.પા. ૪૦ ગ્રામ. ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી છાંટવું.

(4) કારેલા દૂધી જેવા વેલાવાળા પાકના પાન ઠંડીની ગરમી અને ભેજવાળા વાતાવરણમાં પીળા પી સુકાઈ જાય છે તેનો ઉપાય જણાવો?

જવાબ :  

આમ થવાન કારણ પીછછારો (ડાઉની મીલ્ડયુ) રોગ છે. તેના નિયંત્રણ માટે ક્રોપર ઓકસીકલોરાઈડ (૩૦ ગ્રા / ૧૦ લિ.) અથવા બોર્ડોર્મિશ્રણ ૦.૮ ટકા અથવા કલોરોથેલોનીલ ૦.ર% અથવા મેન્કોઝેબ ૦.ર% મેટ્રાલેકસીન (ર૦ ગ્રા. ૧૦ લિ.)ના દ્રાવણના છંટકાવ કરવો.

(5) પરવળમાં થડ તેમજ મૂળ કહોવાઈ જાય છે અને વેલા મરી જવાનું કારણ અને ઉપાય જણાવો.

જવાબ :  

પરવળમા થડ અને મુળ સડવાનું કારણ કૃમિ અને પીથીયમ અથવા ફયુજેરીયમ નામની ફુગ છે. કૃમિના નિયંત્રણ માટે રીંગ કરી કાબર્ોફયુરાન દવા જમીનમાં આપવી અથવા પેસીલોમાયસીસ આપની જૈવિક નિયંત્રણ કરી શકાય. જયારે પીથીયમ હોય તો થડ ફરતે જમીનમાં કોપર ઓકસીકલોરાઈડ (૩૦ ગ્રા / ૧૦ લિ.) અને ફયુઝેરીયમ ફુગ હોય તો કાર્બેન્ડાઝીમ (પ ગ્રા / ૧૦ લિ.) નું ડે્રન્ચીંગ કરવું. આ બંને ફુગનું ટ્રાયકોર્ડમાંથી પણ જૈવિક નિયંત્રણ કરી શકાય છે.

(6) પરવળમાં વેલા ઉપરથી સૂકાતા જાય છે તેનું કારણ અને ઉપાય જણાવો

જવાબ :  

પરવળમાં વેલા ઉપર સુકાવાનું કારણ ફાયટોફથો નામની ફુગ છે. તેના નિયંત્રણ મેટાલેકસીસ (ર૦ ગ્રા / ૧૦ લિ.)ના દ્રાવણનો છંટકાવ રોગની શરૂઆત થાય ત્યારે કરવો.

(7) પરવળના વેલા પર ગુંદરની ગાંઠો દેખાય છે તો કયા ઉપાય કરવા ?

જવાબ :  

પરવળના વેલા ઉપર ગુંદરની ગાંઠો વેલા કોરનાર કીડાના કારણે થાય છે. આ કીડાના નિયંત્રણ માટે ઉપદ્રવિત વેલા પરથી ગુંદરની ગાંઠો હાથ વડે ઉખાડી વેલા ઉપર કાર્બારીલ પ૦% પાઉડર પાણીમાં ભેળવી મલમ જેવું મિશ્રણ બનાવી વેલા ઉપર ચોપડવું. પરવળની રોપણી વખતે કાર્બોફયુરાન ૩% દાણાદાર દવા છડ દીન ૩ થી પ ગ્રામ પ્રમાણ જમીનમાં આપવી.

(8) કારેલામાં ફળમાખીનો ઉપદ્રવ થાય તો શું કરવું?

જવાબ :  

અસરયુકત ફળ નિયમિત રીતે વીણાવી તેનો નાશ કરવો. જંતુનાશક દવામાં ફેન્થીયોન ૧૦૦ ઈ.સી. પ મિ.લિ. અથવા ડીપ્ટ્રેક્ષા પ૦ ઈ.સી. ૧૦ મિ.લિ. અથવા નુવાન પ મિ.લિ. ૭પ૦ ગ્રામ ગોળમાં ભેળવી ૧૦ લિટર પાણીમાં ઓગાળી બનાવેલ ઝેરી પ્રલોભિકાને દર અઠવાડિયે ફળો ઉપારી લીધા બાદ વાડમાં તથા વેલા પર મોટા ફોરા પડે તેમ સાવરણીથી છાંટવાથી ફળમાખીનો નાશ કરી શકાય છે.