પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::


(1) ધાસચારાના કયા કયા પાકોનું વાવેતર કરી શકાય ?

જવાબ :  

ધાસચારાના વિવિધ પાકો જેવા કે ધરફ (ગુજરાત ધરફ - ૧), અંજન ( પુસા યલો અંજન), મારવેલ (ગુજરાત મારવેલ ધાસ -૧), શણિયાર (ગુજરાત શણિયાર-૧), તેમજ જીંજવો, ધામણ હેમેટા અને કલાટોરીયા જેવા ધાસચારાના પાકો લાવી શકાય.

(2) ધાસચારાના પાકો માટે જમીનની તૈયારી કેવી રીતે કરી શકાય ?

જવાબ :  

પડતર જમીનને હળથી ખેડી, કરબની ખેડ કરી, સમાર મારી, બે વખત આડી ઉભી ખેડ કરી ધાસચારાના પાકો માટે જમીનની તૈયારી કરી શકાય.

(3) ધાસચારાના પાકો માટે પિયતની વ્યવ્ાસ્થા કેવી રીતે કરવી જોઈએ?

જવાબ :  

ધાસચારાના પાકો સામાન્ય રીતે બિનપિયત (વરસાદ આધારીત) તરીકે વાવવામાં આવે છે. છતાં જો સગવડતા હોય તો ભેજની અછતના સમયે પિયત આપવું.

(4) ધાસચારાના પાકો માટે કઈ કઈ પાછલી માવજતો કરવી જોઈએ?

જવાબ :  

ધાસચારાના પાકોમાં શકય હોય તો એક થી બે વખત આંતરખેડ તેમજ નિંદામણ કરવું.

(5) ધાસચારાના પાકોની કાપણી કયા સમયે કરવી જોઈએ?

જવાબ :  

સામાન્ય રીતે બધા જ ધાસચારાના પાકોની કાપણી ઓકટોબર માસમાં એટલે કે વાવણી પછી ચાર માસે અને મારવેલ ધાસની કાપણી વાવણી પછી ૯૦ થી ૧૦પ દિવસે કરવી જોઈએ.