પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::


(1) ગલગોટાની ખેતી માટે કેવી જમીન અનુકૂળ આવે? તેની કઈ કઈ જાતો છે?

જવાબ :  

બધાજ પ્રકારની હલકાથી ભારે કાળી જમીનમાં સારી રીતે ઉછેરી શકાય છે. ખુબ જ રેતાળ કે અતિભારે કાળી જમીન અનુકુળ આવતી નથી. ગલગોટાને હજારીગલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગલગોટાની ફુલોના રંગ, કદ અને આકાર પ્રમાણે વિવિધ જાતો છે જેવી કે આફિ્રકન જાયન્ટ, સનસેટ જાયન્ટ હતી કોમ્બ ગોલ્ડન જયુબિલી ફાયર ગ્લોવ, કલાઈમેકસ વગેરે. સફેદ રંગ ધરાવતી સ્નોબોર્ડ જાત પણ વિકસાવવામાં આવેલ છે. આ ઉપરાંત આઈસીએઆર, નવી દિલ્હી ધ્વારા બે હાઈબિ્રડ જાતો, પુસા નારંગી અને પુસા બસંતી પણ વિકસાવવામાં આવેલ છે. ફ્રેન્ચ મેરી ગોલ્ડનની જાતોમાં રોયલ બેંગાલ, રોયલ બ્રોફેડ, રેડ બ્રોકેસ, બ્રાઉન સ્કાઉટ, પીગ્મી, બટર સ્કેચ જેવી જાતો વવાય છે.

(2) શિયાળામાં ગલગોટાનાં ફૂલ મેળવવાં હોય તો તેનું કયારે ધરૂ કરવું અને કયારે ફેરરોપણી કરવી જોઈએ?

જવાબ :  

આ માટે ઓગષ્ટ / સપ્ટેમ્બરમાં ધરૂ કરવું અને સપ્ટેમ્બર / ઓકટોબરમાં માસમાં ફેરરોપણી કરી દેવી.

(3) ગલગોટાની ખેતી માટે પિયત વ્યવસ્થા જણાવો.

જવાબ :  

ગલગોટાની ફેરરોપણી કર્યા બાદ તુર્તજ હળવું પિયત આપવું. પાકના આખા જીવનકાળ દરમ્યાન ઋતુ અને જમીનના પ્રકારમુજબ પ થી ૧૦ દિવસના અંતરે પિયત આપવાની જરૂર રહે છે.

(4) ગલગોટામાં કઈ જીવાતો પડે છે? તેના નિયંત્રણ માટે કઈ દવાઓ વાપરવી તે જણાવશો?

જવાબ :  

ગલગોટામાં લીફ માઈનર (પાનકોરીયું) અને લીલી ઈયળનો ઉપદ્રવ ફુલને નુકસાન કરે છે. તેના નિયંત્રણ માટે ૧૦ લિટર પાણીમાં મોનોક્રોટોફોસ ૧૦ મિ.લિ. દવા તેમજ એન્ડોસલ્ફાન ર૦ મિ.લિ. દવા છોડ પર વ્યવસ્થીત રીતે છાંટવાથી નિયંત્રણ કરી શકાય છે.

(5) ગલગોટાના ફૂલ બજારમાં મોકલવા માટે કયારે ઉતારવાં જોઈએ અને ફૂલોની ગુણવતા સારી રીતે રહે તે માટે શું કાળજી લેવી જોઈએ

જવાબ :  

ગલગોટાના ફુલો છોડ પર પુરાં ખીલ્યા પછી જ ઉતારવાં જોઈએ. ફૂલો ઉતારવાનું કામ વહેલી સવારે અથવા સાંજે ઠંડા પહોરમાં કરવું જોઈએ. ફૂલો વિણવાના આગલા દિવસે પિયત આપવાથી ફૂલોની ટકાઉ શકિત વધે છે. છોડ પરથી નિયમિત ફુલો ચૂંટવાથી છોડની ઉત્પાદનક્ષામતા વધે છે. ગલગોટાના ફૂલોને ચુંટતી વખતે રંગ મુજબ વર્ગીકરણ કરવું. ફૂલોને ઉતાર્યા બાદ વાંસની ટોપલીમાં ભરી તુરત જ બજારમાં મોકલવા જોઈએ. બજાર દૂર હોય ત્યારે વાંસના ટોપલાને પાણીમાં પલાળી મસલીન કાપડમાં ફૂલોને મુકી ટોપલી આવા ભીના કાપડથી બંધ કરવો. ત્યારબા બજારમાં મોકલવાથી ફૂલોની ગુણવતા સારી રહે છે.

(6) ગલગોટાની ખેતીમાં એક હેકટરના વિસ્તારમાંથી કેટલાં ફુલો મળે?

જવાબ :  

ગલગોટાની મુખ્યત્વે બે જાતો છે. ફૂલોના ઉત્પાદનનો આધાર તેની જાત, વાવેતર પધ્ધતિ રોપણી અંતર, ખાતર અને પાણીની માવજત પર રહે છે. સામાન્ય સંજોગોમાં આફ્રિકન મેરીગોલ્ડ જાતનું ઉત્પાદન ૮ થી ૧૦ ટન / હેકટર અને ફેન્ચ મેરી ગોલ્ડનું ઉત્પાદન ૧૦ થી ૧પ ટન / હેકટર જેટલું મળે છે.