પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::


(1) પચોલી સુકાય જાય છે તેનું કારણ અને ઉપાય જણાવો

જવાબ :  

પચોલીમાં કૃમિ અને ફયુજેરીયમ નામની ફુગથી થડ અને મુળનો કહોવારો આવે છે. જેના નિયંત્રણ માટે સારી નિતારવાળી જમીન પસંદ કરવી. સેન્દ્રિય ખાતરોનો વપરાશ કરવો. પિયત અને ખાતર માફકસરનાં આપવાં, જમીનમાં ટ્રાયકોડર્માં --- પેસીલોમાયસીસ આપી જૈવિક નિયંત્રણ અથવા કર્બોફ્યુરાન દાણાદાર દવા આપી કોપર ઓકસીકલોરાઈડનું દ્રાવણ રેડી રસાયણીક રીતે નિયંત્રણ કરી શકાય છે.