પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::


(1) નાળીયેરીનું વાવેતર કયારે કરી શકાય?

જવાબ :  

નાળીયેરીનું વાવેતર ડીસેમ્બર / જાન્યુઆરી મહિના બાદ કરતા જો પાણીની સગવડતા હોય તો બારે માસ કરી શકાય છે. આમ છતાં ચોમાસાની ઋતુ રોપણી માટે ઉતમ છે.

(2) નાળીયેરી માટે કઈ સંકર જાતો વાવવી જોઈએ?

જવાબ :  

નાળીયેરીમાં સંકર જાતો વિકસાવવામાં આવેલી છે. તે પૈકી ટી-ડી અને ડી-ટી નામની સંકર જાતોના પરીણામો સારા છે અને આપણા દરિયાકાંઠાના વિસ્તારો માટે વાવેતર અંગેની ભલામણ કરવામાં આવે છે.

(3) નાળીયેરીના ફળ કાળા પડી અને ખરી જાય છે તેનું કારણ શું? તેનો ઉપાય બતાવો?

જવાબ :  

આ એક પાનકથીરી નામની જીવાતની અસરને લીધે થાય છે. તેનું નિયંત્રણ મોનોક્રોટોફોસ ધ્વારા થાય છે. લીમડા આધારીત દવાનું મુળ શોષણ પધ્ધતિ ધ્વારા ર માસ અંતરે ર કે ૩ વાર આપવાથી થઈ શકે છે.