i-ખેડૂત FAQ
પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::

i-ખેડૂત પ્રશ્નો અને ઉકેલ(faq.ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)

(1) મૂલ્યવૃદ્ધિ એટલે શું?

જવાબ :  

ફળોની મૂળ કિંમતમાં વધારો કરવા માટે કોઈ પણ વ્યકિત, કંપની કે સંસ્થા ધ્વારા વિવિધ ઉપાયો કરવામાં આવે છે તેને ટુંકમાં મૂલ્યવૃદ્ધિ કહેવામાં આવે છે.

(2) ભારતીય કૃષિ હરીફાઈયુકત બજારમાં ટકી રહેવા શું કરવું જોઈએ?

જવાબ :  

પ્રવર્તમાન સમયમાં વિશ્વસ્તરે હરીફાઈમાં ટકવા માટે, પાકોની ઉત્પાદકતા વધારવા પુરતા પ્રયત્નો કરવાની જરૂરી છે. એટલે કે એક હેકટર દીઠ, મળતું ઉત્પાદન શકય તેટલું વધારવું ખુબ જ અગત્યનું છે. ઉપરાંત કૃષિ ઉત્પાદનનું ખર્ચ ધટાડવાની પણ તાતી જરૂરીયાત છે એટલે કે ઓછા અગત્યનું છે. ઉપરાંત કૃષિ ઉત્પાદનનું ખર્ચ ધટાડવાની પણ તાતી જરૂરીયાત છે એટલે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવાય તો જ અત્યારના હરીફાઈ યુકત બજારમાં ટકી શકાય.

(3) ગુજરાત રાજયમાં કુલ કેટલા માર્કેટ યાર્ડ (નિયંત્રિત બજારો) આવેલ છે? અને તેમાં કઈ કઈ સગવડતાઓ છે?

જવાબ :  

ગુજરાત રાજયમાં કુલ ૧પ૭ મુખ્ય માર્કેટ યાર્ડ અને રરપ પેટા માર્કેટ યાર્ડ આવેલ છે. તે પૈકી ૧ર૩ માર્કેટયાર્ડમાં હરાજી માટે પ્લેટફોર્મની તથા ટેલીફોનની સગવડતા છે. બીજા યાર્ડમાં હજી સુધી વિકસાવવાના બાકી છે. બેન્કીંગ સવલતવાળા યાર્ડની સંખ્યા ૬૮ છે.

(4) બજાર વ્યવસ્થા કાર્યક્ષામ છે તે શાના આધારે નકકી થઈ શકે?

જવાબ :  

કૃષિ પેદાશ ઉત્પાદન ખેડુતથી તેને રૂપાંતર કરી આ વસ્તુના ઉપભોકતા કે વાપરનાર સુધી પહોચાડવામાં અનેક એજન્સીઓ કામ કરતી હોય છે. આમ વાપરનાર જે કિંમત ચુકવે તેનો મોટો ભાગ જો ઉતપાદન એટલે કે, ખેડૂતને મળે તો તે બજાર વ્યવસ્થા કાર્યક્ષામ ગણી શકાય. પરંતુ ઉપભોકતા જે કિંમત ચુકવે છે, તેનો મોટો ભાગ જો વચગાળાની સેવા આપનાર લઈ જાય અને મુખ્ય ઉત્પાદક ખેડૂતનો હિસ્સો ઓછો થાય તો તે બજાર વ્યવસ્થા કાર્યક્ષામ ગણાય નહી.

(5) બેંકો ધ્વારા ખેડૂતોને અત્યારે કયા કયા પ્રકારના ખેતી ધિરાણ મળે છે? તેની વિગતવાર માહિતી આપશો?

જવાબ :  

હાઈ બેંકો ધ્વારા ખેડૂતોને ખેતીના વિકાસને લગતી કોઈપણ પ્રવૃતિ માટે ધિરાણ આપવામાં આવે છે. દા.ત. પાક ધિરાણ, ખેતી ઓજારો ખરીદવા, બળદ ખરીદવા પિયતના સાંધનો ઉભા કરવા, ડેરી ઉધોગ, મરધા ઉછેર, ગોબર ગેસ પ્લાન્ટ માટે, બાગાયતી પાકોના વાવેતર માટે, ખેતર ઉપર બાંધકામ કરવા, હાઈબી્રડ બિયારણના ઉત્પાદન માટે, બાગાયતી પાકોની ખેતી માટે વગેરે પ્રકારના ધિરાણ મળે છે.

(6) કરાર ખેતી (કોન્ટ્રાકટ ફાર્મિંગ) એટલે શું?

જવાબ :  

કરારી ખેતી એટલે વાયદા વેચાણ પધ્ધતિથી ખેતી અને બાગાયત પેદાશો માટે પુરવઠો પુરો પાડવા કે જેમાં નિયમ ખેતપેદાશ, નિયત સમયે, નિયત ગુણવતાવાળી અને અગાઉથી નકકી કરેલ ભાવે ખેડૂતોએ નકકી થયેલ વેપારી કે પેઢીને વેચવાની હોય છે. કરાર ખેતીમાં તમામ સાધો તથા માર્ગદર્શન ખરીદદાર પેઢી તરફથી પુરૂ પાડવામાં આવે છે. ખેડૂતોએ માત્ર તેની જમીન અને શ્રમ / મજુરી પુરતી ચિંતા કરવાની હોય છે. કરારી ખેતીમાં ખેતીના બે પ્રકાર હોય છે. એકમ ઉત્પાદન અને વેચાણનો કરાર કરવામાં આવે છે. જયારે બીજામાં માત્ર વેચાણ કરાર કરવામાં આવે છે. કરારનુ સ્વરૂપ પાકના પ્રકાર, પેડી, ખેડૂતની સ્થિતિ, ટેકનલોજી વગેરે પર નિર્ભર રહે છે.