i-ખેડૂત FAQ
પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::

i-ખેડૂત પ્રશ્નો અને ઉકેલ(faq.ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)

(1) ટપક પિયત પદ્ધતિના લાભો

જવાબ :  

(૧) પાણીની બચત  : આ પદ્ધતિમાં મર્યાદિત જમીન ભીની થતી હોવાથી, સપાટી પરનું ઓછું બાષ્પીભવન,વહીજતા પાણી અને મૂળ વિસ્તાર નીચે ઉતરી જતા પાણી પર સંપૂર્ણ કાબૂ મળવાથી પિયત પાણીની કાર્યક્ષમતા ૯૦ થી ૯૫ ટકા મળે છે જયારે સપાટ ક્યારા પિયત પદ્ધતિમાં ફક્ત ૪૦ થી ૫૦ ટકા જ  કાર્યક્ષમતા  મળે છે. પાક, જમીન અને વાતાવરણ પ્રમાણે ૪૦ થી ૭૦ ટકા પાણીની બચત થાય છે.

(૨) છોડનો વધ ઝડપથી વિકાસ અને વધુ ઉત્પાદન  : પિયત ઓછું પરંતુ વારંવાર એટલે કે ઓછા ગાળે આપવામાં  આવતું  હોવાથી જમીનમાં ભેજ તથા હવાનું પ્રમાણ એકસરખું જળવાઈ રહે છે. જમીનમાં ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અને મૂળની વધુ સરળ કામગીરીને કારણે છોડને જરૂરી પાણી તથા પોષક તત્વો  મળતા રહે છે, જેથી પાકનો વિકાસ ઝડપી અને સારો થાય છે પરીણામે  ઉત્પાદન વધુ મળે છે.જુદા જુદા પાક,જમીન અને વાતાવરણ પ્રમાણે ૧૦ થી ૯૮ ટકા વધુ ઉત્પાદન મળે છે.

(૩) મજુર અને શક્તિનો બચાવ : ટપક પિયત પદ્ધતિ યોગ્ય રીતે પિયત માટે આ પદ્ધતિ  ચાલુ તથા બંધ કરવા માટે જ પુરતી મજુરની જરૂર પડે છે. અન્ય કૃષિકાર્યો જેવાકે નિંદામણ કરવું,ખાતર આપવું,આંતરખેડ , દવા છાંટવી, પિયત માટે નીક્પાળા બનાવવા વગેરે પણ મર્યાદિત કરવા પડતા હોવાથી મજૂરોની જરૂરિયાત ઓછી રહે છે. આ પદ્ધતિ કાર્યક્ષમતા ખૂબ જ વધારે હોવાથી પિયત માટેનો સમય પણ ઓછો લાગે છે અને ઓછા દબાણે ચાલતી હોવાથી શક્તિની(વીજળી પાવરની) જરૂરિયાત પણ  ઘટે  છે. આશરે ૪૦ થી ૫૦ ટકા મજૂરોની જરૂરિયાત અને ૨૫ થી ૪૦ ટકા વીજળીમાં બચત થાય છે.

(૪) હલકી નબળી જમીનોને વધુ અનુકુળ : રેતાળ, છીછરી ,વધુ ઢાળવાળી , અસમતલ અને બિનઉપજાઉ  જમીનોમાં ચીલાચાલુ પિયત પદ્ધતિ (દેશી) અનુકુળ આવતી નથી. જયારે ભારે કાળી જમીનનો નિતાર દર ઓછો હોવાથી ફુવારા પદ્ધતિથી પિયત મુશ્કેલ બને છે.આવી પરિસ્થિતિમાં ટપક પિયત પદ્ધતિ વધુ અનુકુળ આવે છે.

(૫) નિંદામણ જીવાત અને રોગ નિયંત્રણ  : પાકના થડ વિસ્તાર નજીક જ પિયત આપવામાં આવતું હોવાથી બાકીની જમીન સુકી રહે છે જેથી નિદામણ,જીવતો તથા પાકમાં આવતા રોગોનો ઉપદ્રવ ધટે છે. તેમજ છોડના વિકાસ માટે આપવામાં આવતા ખાતરોની જરૂરિયાત પણ ધટે છે.સરવાળે નીદામણ,દવાઓ તથા ખાતર પાછળ થતો ખર્ચ ધટે છે.

(૬) ખાતરનો અસરકાર ઉપયોગ : ખાતર દ્વારા આપવામાં આવતા પોષક તત્વોને જમીનમાં થતા પાણીના નિતાર દ્વારા તથા પાણીની સાથે વહી જવાથી થતો વ્યય ટપક પદ્ધતિથી અટકાવી શકાય છે.તેમજ પાકને જે જગ્યાએ ટપક પિયત પદ્ધતિમાં પાણી સાથે ખાતર આપવામાં આવતું હોવાથી ખાતરની જરૂરિયાત ધટે છે. અને ખાતરના વપરાશથી કાર્યક્ષમતા વધુ મળે છે જેથી આશરે ૩૦ થી ૫૦ ટકા ખાતરની બચત થાય છે.

(૭) ક્ષારયુક્ત પાણીનો અસરકારક ઉપયોગ : ગુજરાતમાં ક્ષારીય જમીનનો બહુ મોટો વિસ્તાર છે. જમીનમાં પણ ક્ષારવાળું પાણી હોવાથી પિયત માટે વાપરવું જોખમકારક છે.આવું ક્ષારક્યુક્ત પાણી ખેતરમાં પિયત તરીકે છુટું રેલાવીને આપવાથી ધીમે ધીમેં જમીન ક્ષારવારી થઈ જાય છે જેથી પાકની ઉત્પાદકતા ધટી જાય છે તથા ક્ષાર સહન કરે તેવા જ પાકો લીવની ફરજ પડે છે.આમ ન થાય તે માટે આવું ક્ષારવાળું પાણી પિયત તરીકે ટપક પદ્ધતિથી આપી શકાય છે અને પાકની ઉત્પાદકતા જાળવી શકાય છે.ટપક પધ્ધતિથી આવું ક્ષારવાળું પાણી પિયત તરીકે આપતા પાકના મૂળ વિસ્તારમાં ક્ષારની સાદ્રતા નહિવત રહે છે પિયત પાણીમાં રહેલા ક્ષારની નુકશાન કારકતા અસર થતીન થી.પાકન વુદ્ધિ સારી રીતે થઈ શકે છે.પિયત પાણીમાં રહેલા ક્ષાર મોટાભાગે ઝમણથી મૂળની નીચેના વિસ્તારમાં નીતરી જાય છે જે મૂળને નુકશાન રૂપ થતા નથી.આમ ક્ષાર યુક્ત પાણી પણ ટપક પદ્ધતિથી પાકને આપી શકાય છે.

(2) અન્ય ફાયદાઓ

જવાબ :  

(૧) દિવસના કોઇપણ સમયે ટપક પિયત પદ્ધતિ ચલાવી શકાય છે તેથી પિયત આપવામાં સુગમતા રહે છે.(૨) જમીનનું ધોવાણ થતું અટકે છે.(૩) ટપક પદ્ધતિમાં પિયત માટે જમીનને સમતળ કરવી જરૂરી નથી.દેશી પિયત પદ્ધતિમાં નીક તથા પળોઓ બનાવવામાં ૮થી ૧૦ ટકા જમીનનો વ્યય થાય છે.જયારે ટપક પદ્ધતિમાં નીક/પાળા બનાવવા જરૂર ન હોય તેટલી જમીન પાક હેથર વધુ મળે છે.(૪) રોગ જીવાણું પ્રમાણ ધટે છે તેને કારણે ગુણવતાવાળું ઉત્પાદન મળે છે. (૫) પાક વહેલો  થાય છે.તેથી બીજો પાક લેવા સમયસર વાવણી થઈ શકે છે.(૬)નીતર તથા પાણી ભરવાના પ્રશ્નો ઉદ્ભભવતા નથી.(૭) જમીન નું બંધારણ અને ફળદ્રુપતા ટકી રહે છે. (૮) પિયત પાણીના અસરગ્રસ્ત વિસ્તારમાં જમીનમાં ઊડે ઉતરી જતા ભૂગર્ભ જળ તેમજ વધુ પિયતના પાણીથી છીછરા થતા જતા ભૂગર્ભ જળ નિયંત્રણ કરી શકાય છે.(૯) હવા,જળ તથા જમીનમાં પ્રદુષણ અટકાવી પર્યાવરણ સુધારે છે.