i-ખેડૂત FAQ
પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::

i-ખેડૂત પ્રશ્નો અને ઉકેલ(faq.ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)

(1) ખેતતલવાડીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ શા માટે થાય છે ?

જવાબ :  

ખેતતલવાડીમાં પ્લાસ્ટિકનું આવરણ લગાવવાથી જમીનમાં પાણી ઝરતું અટકે છે  અને પાણીનો બચાવ થાય છે.

(2) પ્લાસ્ટિકનો ખેતીવાડીમાં ક્યાં ક્યાં ઉપયોગ થાઈ છે?

જવાબ :  

પ્લાસ્ટિકનો ખેતીવાડીમાં જમીનનું ધોવાણ અટકાવવા , ગ્રીનહાઉસ ,મલ્ચીગ ,પેકેજીંગ ,ફુડ ઇન્ડસ્ટ્રીઝ , ખેત ઓજારમાં ,પિયત પદ્ધતિમાં ,પ્રાણીઓનાં શેડ બનાવવા વગેરેમાં ઉપયોગ થાય છે.

(3) સોઇલ સોલરાઇઝેશન એટલે શું?

જવાબ :  

જમીન પર સફેદ પારદર્શક પ્લાસ્ટિકનું આવરણ કરવાથી જમીનનું તાપમાન વધે છે અને જ્મીનમાં રહેલ  જીવાણુઓ નાશ પામે છે અને જ્મીનજન્ય રોગો અટકે છે .તેને  સોઈલરાઝેશન  કહે છે.