i-ખેડૂત FAQ
પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::

i-ખેડૂત પ્રશ્નો અને ઉકેલ(faq.ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)

(1) ફાર્મ યાંત્રીકરણથી ખેતીમાં શું શું ફાયદા થાય?

જવાબ :  
  • ખેતીકાર્યો ઝડપથી પુરા થઇ શકે છે અને મજુર શક્તિનો અર્થક્ષમ ઉપયોગ થવાથી સમયસર કામો થઇ શકે છે.
  • શ્રમ અને વેઠ ખેતીકાર્યોમાં ઘટાડી શકાય છે.
  • વર્ષે એક કર્તા વધારે પાક એકમ વિસ્તારમાં લઇ શકાય છે.
  • ખેતીકાર્યોની ગુણવત્તા વધારી શકાય છે.
  • ખાતર તથા બીજ ચોક્કસઈપૂર્વક આપી શકાય છે.
  • જમીનને પિયતમાં અનુકુળતા રહે તે પ્રમાણે ઢાળ આપી શકાય છે
  • ભલામણ કરેલ રસાયણો સલામતપુર્વક આપી શકાય છે.

(2) કૃષિ યંત્રો અને ઓજારો ક્ષેત્રે સંશોધન થયેલ હોય તેવી નવીનતમ ટેકનોલોજી કઇ કઇ છે ?

જવાબ :  

કોલેજના ફાર્મ મશીનરી અને પાવર વિભાગ દ્વારા કૃષિ યંત્રો અને ઓજારો ઉપર સંશોધન અખતરાઓ હાથ ધરવામાં આવે છે જેના તારણરૂપે નીચે જણાવેલ ટેક્નોલોજી ઉપલબ્ધ છે : સાયકલ સંચાલિત ટ્રોલી ,સાંઠીઓ ઉપાડવાનું ઓજાર , સાંઠીઓના ટુકડા કરવાનું યંત્ર, મીની ટ્રેક્ટર માટેનું વિવિધલક્ષી ઓજાર, સેલ્ફ પ્રોપેલ્ડ તુલ કેરિયર , લાંબી ટૂંકી થાય તેવી ઝુંસરી ,યાંત્રિક વાવણીઓ વગેરે તૈયાર કરવામાં આવ્યા છે. 

(3) પાકની કપની માટે ક્યાં ક્યાં સાધનો વપરાય છે ?

જવાબ :  

દાતરડું, ફ્રુટ પ્લકીંગ ડીવાઈસ , પેડી હાર્વેસ્ટર , મગફળી બટાટા ડીગર , કમ્બાઇન હાર્વેસ્ટર વગેરે .

(4) ખેતીમાં વપરાતા પ્રાથમિક ખેત ઓજારોના નામ જણાવો.?

જવાબ :  

દેશી હળ, મોલ્ડબોર્ડ હળ ,ડીસ્ક હળ , રોટાવેટર ,પ્લાઉ વગેરે.

(5) સુધારેલા હાથ-ઓજારો મેળવવાનું સરનામું જણાવો.

જવાબ :  

મોટાભાગના સુધારેલા હાથ ઓજારો ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. ની  કોઈપણ શાખામાં અથવા કૃષિ સેવા કેન્દ્ર પર તપાસ કરી મળી શકે છે.

(6) બજારમાં કઇ કઇ જાતના સ્પ્રેયર ઉપલબ્ધ છે ?

જવાબ :  

હેન્ડસ્પ્રેયર , નેપસેકસ્પ્રેયર, રોક- સ્પ્રેયર, બેકેટ સ્પ્રેયર ,ફુટ સ્પ્રેયર, પાવર સ્પ્રેયર , બેટરી સ્પ્રેયર વગેરે.

(7) પાકમાં દવા છાંટવાના ડસ્ટરના પ્રકાર જણાવો ?

જવાબ :  

પેકેજ ડસ્ટર , પ્લંજર ડસ્ટર, બેલો ડસ્ટર, રોટરી ડસ્ટર વગેરે.

(8) થ્રેશર ચાલુ કરતા પહેલા કઇ કઇ બાબતો ધ્યાનમાં રાખવી?

જવાબ :  

૮ ૫- ૬ હો.પા .નું એન્જીન હોય ટો ૧૦ ઇંચની પુલી લગાડવી,૧૦ હો.પા.નું એન્જીન હોય તો ૮ ઇંચણી પુલી લગાડવી તેમજ ૧૪૪૦ આંટાની ઈલે. મોટર હોય તો મોટરને ૪ ઈંચની પુલી સામે મેઈન શાફટને ૧૬ ઇંચણી પુલી લગાડવી.

(9) કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયનાં મુખ્ય કયા કયા છે?

જવાબ :  

ખેતી યંત્રો અને શક્તિ વિભાગ, જળ અને જમીન ઇજનેરી વિભાગ , કૃષિ પેદાશ પ્રક્રિયા ઇજનેરી વિભાગ, બિન પરંપરાગત ઊર્જા અને ગરમીન ઇજનેરી વિભાગ તેમજ કૃષિ ઇજનેરી વિસ્તરણ શિક્ષણ વિભાગ હોય હે.

(10) કૃષિ ઇજનેરી વિસ્તરણ શિક્ષણ વિભાગ કઇ કઇ પ્રવૃતિઓ કરે છે?

જવાબ :  

કૃષિ ઇજનેરી વિસ્તરણ શિક્ષણ વિભાગ દ્વારા ખેડૂતો જે કોઈ માહિતી માગે તે જે તે વિભાગ પાસેથી મેળવી ખેડૂતોને પહોંચતી કરવામાં આવે છે તેમજ વિષય નિષ્ણાતોનું સંકલન કરી ખેડૂતોની જરૂરિયાત મુજબ વિવિધ પ્રવૃતિઓ હાથ ધરે છે.આ ઉપરાંત વિસ્તરણ શિક્ષણ વિભાગ દ્વારા કૃષિ ઇજનેરીનું અદ્યતન મ્યુઝીયમ  પણ બનાવવામાં આવેલ છે જેમાં કૃષિ ઇજનેરી ક્ષેત્રે થયેલ સંશોધનને પ્રદર્શિત કરી પ્રત્યક્ષ મુલાકાતે આવતા ખેડૂતોને પ્રત્યક્ષ તાલીમ તથા કૃષિ ઇજનેરી ક્ષેત્રની માહિતી આપવામાં આવે છે.

(11) સૂર્ય ઉર્જાનો ઉપયોગ શું છે?

જવાબ :  

સુર્યકુકર દ્વારા રસોઈ બનાવવા , સોલર ડ્રાયર દ્વારા પાકની સુકવણી, સોલાર વોટર હીટર દ્વારા પાણી ગરમ કરવા, વીડમીલ દ્વારા પાણી ખેંચવા તથા સોઇલ સોલરાઈઝેશન દ્વારા નર્સરી ઉછેરમાં કરી શકાય.

(12) બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્રમાં થયેલ સંશોધન વિષે માહિતી આપશો?

જવાબ :  

સૂર્યશક્તિ , પવનશક્તિ, બાયોગેસ , વગેરે બિનપરંપરાગત ઉર્જાના ક્ષેત્રો છે. જેમાં સુર્યકુકર સોલર વોટર હીટર સીસ્ટમ, સોલા ડ્રાયર તેમજ પવનચક્કી અને બાયોગેસ વિષે સંશોધન અખતરા હાથ ધરવામાં આવ્યા છે. નિયંત્રિત વાતાવરણમાં કૃષિ પાકો હાથ ધરી શકાય તે માટે ગ્રીનહાઉસ તથા નેટ હાઉસ ક્ષેત્રે પણ સંશોધન થયેલ છે.

(13) સૂર્ય ઉર્જા નો ઉપયોગ શું છે.?

જવાબ :  

સુર્યકુકર દ્વારા રસોઈ બનાવવા,સોલર ડ્રાયર દ્વારા પાકની  સુકવણી, સોલર વોટર હીટર દ્વારા  પાણી ગરમ કરવા, વીડમીલ દ્વારા પાણી ખેચવા તથા સોઇલ  સોલરાઈઝેશન દ્વારા નર્સરી ઉછેરમાં સરી શકાય.

(14) બિનપરંપરાગત ઉર્જા ક્ષેત્રેમાં થયેલ સંશોધન વિષે માહિતી આપશો ?

જવાબ :  

સૂર્યશક્તિ,પવનશક્તિ, બયોગેસ,વગેરે બિન પરંપરાગત ઉર્જાના ક્ષેત્રો છે. જેમાં સૂર્યકુકર સોલર વોટર હીટર સીસ્ટમ, સોલા ડ્રાયર તેમજ પવન ચક્કી અને બાયોગેસ વિષે સંસોધન અખતરા હાથ ધરવામાં આવ્યા છે. નિયત્રિત વાતાવરણમાં કૃષિ પાકો હાથ ધરી શકાય તે માટે ગ્રીનહાઉસ તથા નેટ હાઉસ ક્ષેત્રે પણ સંશોધન થયેલ છે.